Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Ramesh Patel (Aakashdeep)

Others

4.5  

Ramesh Patel (Aakashdeep)

Others

ઘનઘોર આભલે વીજ ઝબૂકે….

ઘનઘોર આભલે વીજ ઝબૂકે….

1 min
286


છે શાહી સવારી મેઘ રાજાની,

વાના ચકરાવે વાદળ ડોલે;

ઘનઘોર આભલે વીજ ઝબૂકે,

આજ અષાઢ અલબેલો ગાજે.


તપતી ધરતી વ્યોમે સંદેશા દેતી,

બાર મહિના ભારે વિરહે વિત્યા;

ઓ મેઘા છો વ્હાલા વસુધાના, 

આવ શામળા મ્હેકાવવા સુખિયા.


ભલે લાગે તું દૂરથી વંઠેલો ઘેલો,

ડરાવે પણ દિલથી દીઠો જ ભલો;

સરવર સરિતા વન ખેતર પ્રસન્ન,

છોડ અઠખેલી વરસ ઝબક ઝોલે.


Rate this content
Log in