એવું ક્યાં છે હવે !
એવું ક્યાં છે હવે !

1 min

257
માળીયે અને છુટા પડીએ એવુ ક્યાં છે હવે,
રસમો બધી ઓળંગીએ એવુ ક્યાં છે હવે !
આવતા જતા સામે તમને જોયા કરીએ,
ને પછી વાળ ઓળીએ એવું ક્યાં છે હવે !
બહાના શોધ્યા કરતા, જે ગલીમાં જવાના,
કારણ વગર ત્યાં જઈએ એવું ક્યાં છે હવે !