Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Drama

5.0  

Rohit Prajapati

Drama

એવી કોઈ પળ ન હોય

એવી કોઈ પળ ન હોય

1 min
442


લાગણીઓના આવેગની કોઈ ક્ષણ હોય,

ને જીવનમાં તારા જેવી જીવનસાથી આસપાસ ના હોય એવી કોઈ પળ ન હોય.


સવાર થતાંજ તારા વાળની ભીનાશ હોય,

ને તારા હાથથી બનેલી ચાની સુવાસ ના હોય એવી કોઈ પળ ન હોય.


દરવાજે ઊભી રહી સ્મિત વરસાવતી હોય,

ને બપોરના ભોજનમાં તારા હાથનો પ્રેમ રસ ના હોય એવી કોઈ પળ ન હોય.


સાંજે આવતાજ માથે હાથ ફેરવતી હોય,

ને આખા દિવસનો થાક ઉતારે એવો હેત ના વરસાવે એવી કોઈ પળ ન હોય.


ચાંદની રાતમાં મારી સાથે રમત કરતી હોય,

ને આલિંગનમા ભળી આવેગો જો ના ભરતી હોય એવી કોઈ પળ ન હોય.


રૂમઝૂમ પગલે આવેલી તું યાદ કરતી હોય,

ને જીવનસાથી બની ઓરતા જો હું પુરા ના કરું એવી કોઈ પળ ન હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama