એકલતા
એકલતા

1 min

24.1K
એકલતા નહીં એકાંત માણુ છું,
ક્યારેક જાતેજ ખુદને લોકડાઉન રાખુ છું,
શોખ કેળવી લીધા છે એવા,
બાળપણ મુજમાં જીવંત રાખુ છું,
લાગ વિનાની લાગણી દુર્લભ છે હવે,
હદય ઠાલવવા મિત્ર માત્ર બે-ચાર રાખુ છું,
સાચવવા પડે એ સંબંધો ખોટા !
બને ત્યાં સુધી થોડુ છેટુ રાખુ છું,
શ્વાસ પણ મારા અંગત નથી; મને જાણ છે,
છતાંય ખુદ પર અખૂટ વિશ્વાસ રાખુ છું,
એકલતાને ઉપરવટ થવા ન દઉં,
જાત સાથે સદાય સંવાદ સાધુ છું.