Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Inspirational

4.5  

VARSHA PRAJAPATI

Inspirational

એકલો ચાલી શકે

એકલો ચાલી શકે

1 min
201


જિંદગીની આ સફરમાં એકલો ચાલી શકે,

હામ હૈયે હોય તો ત્યાં ભૂત પણ ભાગી શકે,


ભાવનાની ભીડ જામી લાગણીના ચોકમાં,

વેદના સામે મળે તો એને પણ બાળી શકે,


કૌરવો પાસા જો ફેંકે છળકપટના તો પછી

ધર્મરાજા પણ સભામાં જાતને હારી શકે,


પામવા હો રામને તો રાહ પણ જોવી પડે,

બોર શબરીના છે એંઠા રામ પણ ચાખી શકે,


સાથ જો સાચા ગુરૂનો જિંદગીમાં હોય તો,

સત્યના પંથે તમારી નાવડી તારી શકે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational