Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક શિક્ષકનો સંદેશ

એક શિક્ષકનો સંદેશ

1 min
165


ઓ વહાલા બાળકો,

દરેક પડકારોમાં સાથે જ છું 

લોકો કહે છે શિક્ષક રૂપિયા માટે છે

એવું નથી વિદ્યાર્થીઓ

બધાં એક સરખા હોતાં નથી


તમે અમારાં બાળકો છો

આ વ્યસ્તતા વચ્ચે ‌કોઈને સમય નથી

આપણે ભણતરની સાથે સાથે 

ગણતરની વાતો કરીએ છીએ

કદાચ પીરીયડ સમયે જ હે ને !


પરીક્ષા દર વર્ષે આવે છે 

એમાં શું નવિનતા છે

પણ એ થકી તો સફળતા પ્રાપ્ત થશે

આ ઉંમરે બધાંને મહાલવુ ગમે છે


પણ વહાલાં બાળકો

આ જ ઉંમર છે કારકિર્દી ઘડવાની

કદાચિત આપણે આ માટે મળ્યાં છીએ

બહુ વર્ષોથી શિક્ષણ ને શિક્ષક ને

કોઈએ સમજવાની કોશિશ કરી નથી 


માટે આભાસી દુનિયામાં જીવીએ છીએ

ન ઉમળકો ઓછો, ન ઉત્સાહ ઓછો ,

આત્મિયતા એટલી કે જાણે 

યુગોથી ઓળખતાં ન હોઈએ 

એવું અનુભવાય છે


ભલેને આપણે ક્લાસમાં મળીએ

આ નાતો એમ ઓછો નહીં થાય

ભણવાની ધગશ વધતી જાય છે

આ જોઈને મારું હૃદય ગદગદ થાય છે 


સપનાં તમારાં જરૂર પૂરાં થશે

ત્યારે જ અમને ખરો આનંદ થશે

ને ત્યારે જ અમને સાચી 

ગુરુ દક્ષિણા આપી કહેવાશે


વહાલાં બાળકો હિંમત હારી ન જશો

તમારી સફળતા એ જ અમારો ધ્યેય છે

તમારાં જીનલ સર ને સરગમ મેમ

તમારી માટે તમારું પીઠબળ બનશે.


Rate this content
Log in