એક સાંજ
એક સાંજ
એક સાંજ એવી મળે,
જ્યાં કેવળ તું તારી જાતને મળે,
જગની ઝાઝી લપ છોડી,
જ્યાં કેવળ તું તારામાં ભળે,
ઉપર આભ નીચે ધરતી,
જ્યાં કેવળ વચમાં તું રહે,
કર તારી તું કસોટી,
સવાલ ય તારા જવાબ ય તારા,
જ્યાં કેવળ તું તારી સાથે કરે,
વણ્ઉકેલાયેલી ગૂંચ બધી,
જ્યાં કેવળ તું ઉકેલે આપમેળે.