Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

એક મખમલી ખ્યાલ

એક મખમલી ખ્યાલ

1 min
7.3K


એક મખમલી ખ્યાલ અમથો જ એનાં મધુર સંસ્મરણનો,

ખાલીપાની ખલીશોમાં ખળભળાટ કેવો મચાવી ગયો,


તાલાવેલી તુજને મનથી મળવાની ઉગી નીકળી અંદર,

વિચાર એ બે ઘડી મને થોડુંક વધારે જીવાડી ગયો,


ઠંડી ઠંડી હવાનો આ વરસતો કેવો વરસાદી વાયરો,

ને એકાંતના માહોલ વચ્ચે આજ હૈયું સળગાવી ગયો,


એક ઝંઝાવાત નિ:શબ્દનો ઉઠ્યો મુજ મન મહી ને,

આ હવાના કેનવાસ પર ઇન્દ્રધનુષી કવિતા લખી ગયો,


ને પછી કેવી દાદ હતી એની યાદ કેરા અસ્તિતવની,

કેફ અંતરની ઉદાસીનો પણ પછી આનંદ આપી ગયો,


ઋતુ ને આ વરસાદને ક્યાં રહ્યો છે કોઈ સંબંધ હવે,

ને વરતારો માવઠાંનો મને આજે પણ ડુબાડી ગયો,


"પરમ" નશો તારા નામનો છે જ કંઈક એવો હજુ પણ,

એની આંખનો એક જ ઈશારો મને "પાગલ" કરી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama