STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એક દોસ્ત એવો મજાનો.

એક દોસ્ત એવો મજાનો.

1 min
339

હું તો સાવ શૂન્ય હતી

એકડો બની ને મળ્યો

મારું મૂલ્ય વધારતો ગયો

એવો મળ્યો છે મને એક દોસ્ત મજાનો


સુખનો સૂરજ તો સાવ આથમી ગયો હતો

ફરી સુખ કિરણ આપી ગયો

આવો મોંઘો મળ્યો છે મને એક દોસ્ત મજાનો


સાવ દિશા વિહીન હતો હું તો

યોગ્ય દિશા બતાવી જીવનની કેડી કંડારી ગયો

એવો ભોમિયા જેવો મને એક દોસ્ત મળ્યો મજાનો


હું તો સાવ એક કાચનો ટુકડો હતી

મૂલ્યવાન હીરાના મોલ બક્ષી ગયો એ

મને મળ્યો છે મોંઘા મુલો એવો એક દોસ્ત મજાનો


જિંદગીની જંગમાં ઢાલ છે

એના પ્યાર થકી હું માલામાલ છું

જિંદગીમાં મળ્યો મને એક એવો દોસ્ત મજાનો


મારા દર્દની દવા છે દોસ્ત

ઈશ્વરનું સુંદર નજરાણું છે દોસ્ત

જિંદગીમાં મળ્યો મને એક દોસ્ત સુંદર મજાનો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational