એક ચાહ
એક ચાહ


હું તો બસ તને જ ચાહું છું તું જરા તો યાદ કર,
અરે ! તું ખાલી ખાલી પણ એક ફરિયાદ તો કર.
ગઝલની સાથે હું જિંદગી પણ લખીશ તું ફરિયાદ તો કર,
આમ જ હદયના ધબકારે વાત તો તું કર,
ચાલીશ હું કંટાળી કેડી પર તારી જોડે,
પણ તું મારી જોડે પ્રેમના પગલાં તો તું કર.
ગઝલના શબ્દો લખવાની મેં રમત ચાલું કરી
અહીં તો હદયની જ આપલે થઇ એ વાત તો કર.
આમ પાસે બેસાડી ખાલી તાક્યા જ ના કર,
દિલથી દિલની કૈક વાત તો તું કર.
સમજી જા તું હવે મારી મજબૂરી,
હું તને પ્રેમ કરું એ વાત જાહેર ના કર.
લાગણીઓ બંધાઈ ગઈ છે પ્રેમની,
એક તારી નજરની મુજ પર દયા તો કર.
અપનાવીલે મને સમજીને હૃદયથી,
મારા ગયા પછી તું રડીને યાદ ના કર.