Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

એ કોણ છે

એ કોણ છે

1 min
209


કોણ આ ચાંદને ચમકાવે અને

કોણ આ ફૂલોને મહેકાવે ?

કોઈક તો છે જ આ સૃષ્ટિને ચલાવનાર,

વિચારો કોણ આ બધું કરાવે ?

કોઈકને ઝીરોમાંથી હીરો બનાવે,

કોઈને રત્ન બનાવી ચમકાવે,


અંધકારમાંથી ઉજાસ તરફ એ લઈ જાય,

સાચી દિશા એ બતાવે,

એ કોણ હશે ?

કોઈને રંકમાંથી રાજા બનાવે,

ગરીબનું પણ ભાગ્ય ચમકાવે,

આ કર્મના લેખાજોખા કોણ કરતું હશે ?


જેવું વાવે એવું માનવી લણે,

એવું જ એનું ભાગ્ય બનાવે,

આ કર્મનો હિસાબ કિતાબ કોણ રાખતું હશે ?


અંધકારમાં એ ઉજાસ બની સાથ આપે,

દુઃખ દૂર કરી સુખનો સિતારો ચમકાવે,


આ હર પળે માનવીને અદ્ભૂત અહેસાસ કરાવતું કોણ હશે ?

જ્યારે લાખો નિરાશા સાંપડે ત્યારે આશાનો દીપક જલાવે,

નિરાશાને તો એ દૂર ભગાવે,

આ આશા નિરાશાનો હિસાબ કોણ રાખતું હશે ?

લાગે જ્યારે જિંદગી બોજ ત્યારે,

જીવનને એ મોજ બનાવે,


આ ઉદાસી અને ખુશીનો હિસાબ કોણ રાખતું હશે ?

આ જીવનમાં આવે પાનખર ત્યારે,

જીવનમાં એ નવી બહાર લાવે,

ઈન્સાનની દુઃખ સુખનો ખ્યાલ કોણ રાખતું હશે ?

હા એ એ જ એ એ જ છે એ એક છે,


જે દુનિયા ચલાવે,

જે દુનિયાનો સર્જનહાર છે.


Rate this content
Log in