Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

SHEFALI SHAH

Romance


3  

SHEFALI SHAH

Romance


એ જાગરણ

એ જાગરણ

1 min 356 1 min 356

મીઠું લાગે મને એ જાગરણ જેમાં હોય તારી યાદો સાથેનું સગપણ,

ભલે ને હોય પછી એ કોઈ પણ ઋતુ, મારે મન તો હોય એજ શ્રાવણ.


ગમે છે મને તું એમ જ, શોધું તો મળી જશે હજાર કારણ,

પણ નથી જોઈતું તને ચાહવા માટે કોઈ એવું કારણ.


આમ તો હું ખુશ જ છું આવી રીતે પણ તારી સાથે,

તોય ચલને આપી દઈએ આપણા પ્રેમને સંબંધનું આવરણ.


કરીએ એક નવી દુનિયામાં મંડાણ જ્યાં પ્રેમનું હોય શાસન,

તું થાય આપણા સંસારનો સારથી ને હું કરું તારું અનુકરણ.


હસતા રમતા દિવસો વીતે ને ના હોય દુઃખનું કોઈ ભારણ,

આમ જ જિંદગી વિતાવીએ ને ભેગા કરીએ મીઠા સંસ્મરણ.


Rate this content
Log in

More gujarati poem from SHEFALI SHAH

Similar gujarati poem from Romance