દર્શન
દર્શન
1 min
148
ચેહરનાં દર્શન કરી જુઓ તો ખરા,
ગોરના કૂવે એકવાર આવો તો ખરા,
એકવાર ચેહર રટણ કરો તો ખરા,
બેડો પાર ઉતારી દેશે જુઓ તો ખરા,
હોય જો સંકલ્પ તો ચેહર સાથે છે,
ભાવના ભાવે પોકારી જુઓ તો ખરાં,
ચેહર મા ભકતોને લહેર કરાવે છે,
અંતરથી એકવાર હૈયું મૂકો તો ખરા,
હોય ભરોસો તો જ ચેહર આવે છે,
એકવાર શ્રદ્ધા રાખી જુઓ તો ખરા.