Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


દરિયો

દરિયો

1 min 7.0K 1 min 7.0K

પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો,
હેત છલોછલ કહેતો દરિયો.

ખૂબ ધીમેથી પથરાતો પણ,
નાજુક નમણો રે'તો દરિયો.

વનરાવનનાં મારગ જેવો,
ફૂલડાંથી ફોરમતો દરિયો.

ટહુકે ટહુકે પથરાતો ને,
ગીત મધુરું ગાતો દરિયો.

બિંદુમાંથી તેજ - લિસોટો,
ભીતરમાં થઈ જાતો દરિયો.


Rate this content
Originality
Flow
Language
Cover Design