Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Fantasy

3  

Drsatyam Barot

Fantasy

દરિયો

દરિયો

1 min
6.8K



ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા


ટીપે ટીપે પાણી થઇ ને ધીરેધીરે વધતો દરિયો,

મરજીવાના શ્વાસો જેવો નશો થઇ ને ચડતો દરિયો,


મછુઆરાના સપનાઓને રંગોપૂરી શણગારે છે,

સૌના ભોજનમાં મીઠું થઇ જીવન મીઠું કરતો દરિયો,


મેઘો થઇને વરસે પાછો વાદળ થઇને ઉડતો દરિયો,

મીઠાં મીઠાં ગીતો પાછો પંખી થઇ ને ગાતો દરિયો,


જળચર હો' તો અમૃત જેવો મીઠો મીઠો લાગે પાછો,

ઝરણું થઇને ખળખળ કરતો ઊંચેથી પટકાતો દરિયો,


ઇર્ષા, ઝઘડા દુનિયા કેરા ભીતર

ભીતર ઓગાળીને,

દુનિયાની ખારાશો પીને નૌલખ મોતી ધરતો દરિયો,


વૃક્ષોમાંએ શાતા થઇને મીઠી છાયા બનતો દરિયો,

તારા ભીતર મારા ભીતર શ્વાસો થઇને ફરતો દરિયો,


દુનિયાભરની સરિતાઓને પોતામાં સંઘરતો દરિયો,

ગાંડો થઇને હોડી માણસ ધરતી આખી ગળતો દરિયો,


ભરતી ઓટમાં એતો સૌના જીવનને ખંગાળે છે,

સૌની ભીતર જીવપ થઇને શ્વાસોથી મલકાતો દરિયો,


ખાલી હાથે પાછા એતો કોઇનેએ જાવા દે ના,

એના ખોળે જે પણ ગ્યું છે એનું જીવન ઘડતો દરિયો,


જીવન કેરા તોફાનોમાં રમવાની રીતો સમજાવી,

તોફાનોને જે વેઠે છે એને સાચે ફળતો દરિયો,


રત્નાકરને દરિયો, સાગર એવા નામોથી પંકાતો,

કણકણમાં એ પાણી થઇને ભીતરથી છલકાતો દરિયો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy