Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

દોસ્ત આપણાં

દોસ્ત આપણાં

1 min
137


ઈશ્વર નિર્મિત પ્રકૃતિ છે અનોખી

જેમાં સૌ સજીવોની જાત છે સરખી

પાલતું પ્રાણીઓ બનાવીએ દોસ્ત આપણાં,


અન્ન અને પાણી થકી સૌ જીવિત

પ્રાણીઓથી અન્ન મળે અગણિત

પાલતું પ્રાણીઓ બનાવીએ દોસ્ત આપણાં,


ખેડૂત અન્ન ઉગાડે ધરા પર નિતનવા

પ્રાણીઓ તેમાં મદદગાર બને ઘણાં

પાલતું પ્રાણીઓ બનાવીએ દોસ્ત આપણાં,


દૂધ એ સંપૂર્ણ ખોરાક મનુષ્ય તણો

પ્રાણીઓ દ્વારા દૂધ સૌને અનેકગણો

પાલતું પ્રાણીઓ બનાવીએ દોસ્ત આપણાં,


જમીનની ફળદ્રુપતા વધારે જે જાત

એ મનુષ્યની મિત્ર અનોખી જાત

પાલતું પ્રાણીઓ બનાવીએ દોસ્ત આપણાં.


Rate this content
Log in