દિવાળીની સાંજ
દિવાળીની સાંજ
ઝગમગાટ કરતી આવી દિવાળીની સાંજ,
માનવીનાં મનમાં છે અનેરો થનગનાટ આજ,
ચારેકોર છે મોટી મોટી દીવડાની કતાર,
જાણે રોશની સજી ધજી મારી રહી છે લટાર,
ફટાકડાના અવાજથી ગુંજી ઊઠ્યું આકાશ,
ધરતી પર છે આજે અનોખો ઉજાસ,
પરિવારની સંગે ઉજવી રહ્યા છે સૌ તહેવાર,
સૌનો આજે પ્રેમભર્યો છે વહેવાર,
સૌ સાથે મળીને કરી રહ્યા છે ઉજાણી,
એક એક ક્ષણને ખુશીથી રહ્યા છે માણી.