દિશા
દિશા
આપણાં કર્મો નક્કી કરે છે દિશા આપણી,
વિચારો આખરે નક્કી કરે છે દિશા આપણી.
આજની પ્રવૃત્તિ એ ભાવિ છે આવતીકાલનું,
પ્રયત્નો આપણા પગલાં ભરે છે દિશા આપણી.
ગઈકાલની ગતિ એ પરિણામ છે આજનું,
વૈચારિક અસ્થિરતા થતાં ફરે છે દિશા આપણી.
દિશાહીન પુરુષાર્થ નિષ્ફળતા પામે છે વખતે,
દિશા ચોક્કસ હોતાં કેવી ફળે છે દિશા આપણી.
દશા માટે જવાબદાર છે અતીતની દિશા વળી,
કોઈ ગુરુતત્વથી જીવનમાં મળે છે દિશા આપણી.