દિન માણસની દશા
દિન માણસની દશા




આકાશ જેનું છત હશે ને આ ધરતી જેનું ઘર,
કોઈ ગરીબ ટેકો લગાવી બેઠો, ન એને ડર.
આવે અમીરો સામટા આ માર્ગ પર કાયમ
એ ભરેલી મોટરોમાં જોવા મળશે ખાલે - ખાલા નર.
ચીંથરા, સાઠીકડાં એ છે ખજાના સમ અને,
કોઈ ફાટેલ કોથળીમાં બાંધ્યા એના પર.
લૂગડાં મેલાને થિંગડા પણ મળે ના ક્યાંય,
એ છતાં મોજીલા માણસને નથી હરવર.
દેખાવ દિન હાલત સમો જેને દયાની ખોટ,
કોળિયો ખાવા ન મળતો એને કોઈ ઉંબર.