દિલથી ચાહેલુ
દિલથી ચાહેલુ
1 min
194
*દિલથી ચાહેલુ* ૨૧-૧૦-૨૦૨૪
અહીં દિલથી ચાહેલુ ક્યાં મળે છે,
નાં ગમતું અહીંયાં સઘળું મળે છે.
દિલથી ચાહેલુ કોશો દૂર ભાગે છે,
પગ પર મુસીબતોનો મારો મળે છે.
ભાવના મુશ્કેલી વણ નોતરી મળે છે,
હસતાં હસતાં સઘળું સહેવું પડે છે.
દિલથી ચાહેલુ સપનું બની જાય છે,
એ કસક તો જિંદગી ભર ડંખે છે.
દિલથી ચાહેલુ નસીબનો ખેલ છે,
વણ માગ્યું કર્મનાં ફળ સમાન છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖