દીકરી
દીકરી
1 min
127
કુટુંબનું ગૌરવ ગણાય છે દીકરી,
પિતાનું સર્વસ્વ મનાય છે દીકરી,
લાગણીનાં તાંતણે માયા લગાડી,
ને દૂરસુદૂર સાસરે જાય છે દીકરી,
સ્વાર્થ વિણ સંબંધ સર્વોપરી સાચો,
સાસરે ગયા પછી સમજાય છે દીકરી,
કટકો કાળજાનો ઉરથી સંબંધિત,
માબાપ દુઃખી જોઈ વલોપાય છે દીકરી,
દૂર રહીનેય નજીકનો ભાસ કરાવે,
પિતાને ખુશી દેખી મલકાય છે દીકરી.