ધીરે.. ધીરે
ધીરે.. ધીરે
ખુલી રહી છે પાંખો ધીરે ધીરે,
જે વીરમી હતી ધીરે ધીરે,
મનમાં ભર્યું હતું આકાશ,
જે આંબી રહ્યું છે ધીરે ધીરે,
અપરિચિત હતો સૂરજ,
જે પ્રકાશી રહ્યો છે ધીરે ધીરે,
થોભ્યા હતા ચરણ,
જે દોડી રહ્યા ધીરેે ધીરે,
અકળાયા હતા શબ્દ,
જે ખીલી રહ્યા છે ધીરે ધીરે.