Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

દે હરિ

દે હરિ

1 min
248


તારા જેવા બનવાની મને હૈયે હામ દે હરિ,

ખૂબ ભટક્યો ચોરાશી હવે વિશ્રામ દે હરિ,


મારે પણ કૈંક કરી છૂટવું છે માનવ બનીને,

કર્મપથ પર ટકી રહેવા શક્તિ તમામ દે હરિ,


નીરખું માનવમાત્રમાં તને આ જગતમાં સદા

મને પણ તારા જેવું કોઈ એક નામ દે હરિ,


તનેય ગમશે ગતિવિધિ મારી, જો નજર કરે,

કરી શકું સહજ પરોપકારનાં કામ દે હરિ,


આખરે છું હું તારો, એ ના ભૂલવું ઘટે તારે,

 વસતા હોય તારા જેવા એ ગામ દે હરિ.


Rate this content
Log in