Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

ડૂબી ગયો

ડૂબી ગયો

1 min
13.4K


ના ડૂબ્યો દરિયે કદી એ હોડીમાં ડૂબી ગયો;
ખારવણના રૂપમાં જઈ ખારવો ખૂંપી ગયો!

માછલાંની ગંધ માદક શ્વાસમાં એણે ભરી--
શ્વાસ મહેકાવીને કાળાં ફૂલને ચૂંટી ગયો!

દેશદેશાવર ગયાનો થાક ઓગાળી અને
પંખી સાગરનું બનીને કાનમાં ટહુકી ગયો!

મોજા સમ ઉજાગરાને આંખમાં આપ્યું'તું સ્થાન---
મખમલી આગોશ જોઈ પળ મહીં ઊંઘી ગયો!

જીવ ભોળો પગથી તે માથાં લગી એવો હતો--
બોલ મીઠાં સાંભળીને ખારવો ત્રુઠી ગયો!


Rate this content
Log in