Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર

Others

4.0  

અજય પરમાર

Others

ડોક્ટર

ડોક્ટર

2 mins
212


ડોક્ટર,

ભગવાનનું બીજુ રૂપ કે પછી ભગવાન ?

છું આમ તો ઈશ્વરની કૃતિ હું તો,

તોય માની લે છે ઈશ્વર !


વધું ક્યાં હું કઈ કરુ છું ?

મળેલી ઈશ્વરની કૃપા ને આગળ વધારૂ છું !

લાખોમાં અમુક જ હોય છે જેણે પ્રાપ્ત થાય છે આ કૃપા !

ને બને છે એ ડોકટર !

સ્વપ્ન સેવ્યું નાનપણથી ડોકટર બનવાનું, 

ને લાગ્યો તેની જ પાછળ રાત-દિન !


વાર તહેવાર પણ ભૂલીને,

બસ એક જ રટણમાં રહ્યો,

બનવું મારે બસ ડોકટર !

અભ્યાસ કાળમાં ઉથલાવ્યા પાના પુસ્તકોના, 

હવે ઉથલાવું છું પાના જિંદગીના !


માનવી છું હું પણ,

હૃદય મારૂ પણ છે મીણનું,

પીગળી જાવ છું ક્યારેક લાગણીઓની ભીનાશમાં !

રહું છું આમ તો બહારથી નાળિયેર જેવો,

બહારથી કઠણ, ને અંદરથી નરમ !

દબાઈ જાવ છું ક્યારેક વધુ પડતી અપેક્ષાઓમાં !


વાંક એમા કોનો ?

માની લે છે લોકો ઈશ્વર મને,

ને ઈશ્વર સામે તો અપેક્ષા વધી જ જાય ને !


રેડી દઉ છું પૂરેપૂરો જીવ દર્દી ને બચાવવામાં,

તેમ છતાય રડી જાવ છું ક્યારેક 

"આઈ એમ સોરી" કહેતા !

બજાવું છું હું તો કર્તવ્ય મારા ડોક્ટર હોવાનું તેમ છતા આપી જાય છે લોકો અંતરના આશિષ મને !


ત્યારે લાગે છે એ પળ બહુ કિંમતી

ને થાય છે ગર્વ ડોક્ટર હોવાનો.. 

જોવું છું ક્યારેક દર્દીની આંખોમાં એ જ દ્રઢ વિશ્વાસ છે હોય છે એણે ઈશ્વર પર,

એ જ વિશ્વાસથી જોવે છે એ મુજ તરફ !


છું હું તો તમારા જેવો તમારા માનો જ એક માનવી જ,

તોય બની જાવ છું એ આંખો માટે એનો ઈશ્વર !


છું હુ ડોકટર મને ડોકટર રહેવા દો,

ઈશ્વર ને ઈશ્વર રહેવા દો,

કદાચ ટકાવી શકું હું તમને આ પૃથ્વી ઉપર થોડો સમય !

સર્જન તો સર્જનહાર જ કરી શકે !


Rate this content
Log in