Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniket Kapadiya kaviraj poetry

Others

4  

Aniket Kapadiya kaviraj poetry

Others

ચર્ચાની વચ્ચે

ચર્ચાની વચ્ચે

1 min
13.3K


ઝાકળની શાહીમાં ડબોળી એમણે લખ્યો હતો પત્ર,

ને હું કેવો નાદાન જુઓ ખોલ્યો મેં તડકાની વચ્ચે !


સ્મરણો આપ્યા'તા એમણે મોરપીંછ જેવા નાજુક નમણા,

ને હું કુદી પડ્યો એને લઇને શૂન્યતાના ભડકાની વચ્ચે.


પૉહ ફાટેને દોડવા લાગુ સવાર થઈને ઘડિયાળ ના કાંટે,

બચપણ મારુ ખોવાયું જુઓ અડકાને દડકાની વચ્ચે.


ચૂપચાપ એને જોયા કરું છું નિઃશબ્દ ઉભા રહીને,

લાગણીઓ હવે ચીખ્યા કરે છે સુનકારને પડઘા ની વચ્ચે.


તફાવત ના જોયો ક્યારેય બસ એમ જ લૂંટાયા કર્યું,

સમજ્યો નહીં હું ભેદ ક્યારેય હંસ અને મરઘાંની વચ્ચે.


મૈયતમાં "કવિરાજ"ની હતો અજબજાતનો કોલાહલ,

જીવી ગયો મહેફિલોમાં,ને મૃત્યુ પછી ચર્ચાની વચ્ચે !


Rate this content
Log in

More gujarati poem from Aniket Kapadiya kaviraj poetry