Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

ચાંદ તું જરા ચમક

ચાંદ તું જરા ચમક

1 min
128


લાગે ઝાંખું,આભ આખું.

ચાંદ તું,...જરા ચમક.

તારાઓની રોશની ફિક્કી લાગે.

ચાંદ તું,... જરા ચમક.


આભે,આકાશની આભા તો,...લાગે.

ચાંદ તું,....જરા ચમક.

રડતાં બાળને,બા બાતાવે આભમાં ચાંદ.

સંતાઈ જા તું,વાદળ પાછળ.

શોધે નાનું બાળ તને,તારાઓ પાછળ.

છાના રાખવા બાળને, બા કહે ચાંદને.

ચાંદ તું,...જરા ચમક.


તપીને ત્રસ્ત થઈ ધરા.

એને ઠારવાં,ને આપવાં શીતળતાં. 

ચાંદ તું,...જરા ચમક.


અવનીનાં અંધકારને, દૂર કરવાં.

ચાંદ તું,...જરા ચમક.

આ ભરતી અને ઓટને તિથિનું નામ આપવાં.

ચાંદ તું,....જરા ચમક.


તું શ્વેત અને પવિત્ર છો.

તું પૃથ્વી પર એક ગ્રહ છો.

લઈ સૂર્યનાં  કિરણ.

તું ચમકનાર એક ખડક છો.

 ચાંદ તું,... જરા ચમક.

તું ચમકતો એક મોતી જેવો છો.

તારું રાત્રે ચમકવું,અંધારી રાત્રિને.

દીપદાન દેવું, કશું કોઈને ન કહેવું.

આખા જગને,જગમગતું કરી દેવું.

ચાંદ તું,....જરા ચમક.

ભલે, પૂજાતો હોય સૂર્ય.

તારી શીતળતા,આખા જગને શાંત કરે.

તું,...ચંદ્ર, સૂર્ય જેટલો જ મહાન થઈ ફરે.

પ્રકાશનું દાન કરી,તું કેવો મોન ઠરે.

જગ આખું તારી શીતળતા ને વરે.

ચાંદ તું,.....જરા ચમક.

ચાંદતું,બાળકોનો સિતારો થઈને ઝળહળે.

બાળ તને મામા કહે,મામાનું ઉપનામ તને મળે.

જોઈ તને,બાળ અને માં કિલોલ કરે.

સૃષ્ટિ પર તારો પ્રેમ ભાવ ફરે.

તારા આગમથી પ્રકૃતિ હર્ષનાદ કરે.

 ચાંદ તું,....જરા ચમક.

✍જયા.જાની.તળાજા."જીયા"


Rate this content
Log in