ચાલ્યા કરે
ચાલ્યા કરે
સમયનો વાયરો વાયા કરે
અસ્તિત્વ કણકણ ખર્યા કરે..
સપના ને ઈચ્છાઓ નું શું ?
એ તો જનમ્યા કરે ને મર્યા કરે..
આજ ઉપર છે તો કાલ નીચે,
સુખદુ:ખ નું ચક્કર એમ ફર્યા કરે.
રણ ની સફર ને માથે સૂરજ,
દૂર ઝાંઝવું જોઈ મન ઠર્યા કરે..
આશા ને શ્રધ્ધાના બીજ ઉગે,
ને નિયતી નાં ધણ એ ચર્યા કરે..