ચાલવા માંડે
ચાલવા માંડે
1 min
13.9K
તમે જોતા ઊભા હો, ને નજારા ચાલવા માંડે,
પછી જોવા ને જાણ્યાના ઉમળકા ચાલવા માંડે.
મને મારી નજીક બેસાડવાનો ફાયદો છે એક,
ઊઠીને એકદમ મારા ઉધામા ચાલવા માંડે.
પ્રથમ પરમાર્થના પુષ્પોને પાથરજો, પછી જોજો,
તમે ચાલોને સંગાથે બગીચા ચાલવા માંડે.
અમારું ઘર અમારી આદતોનું માન રાખે છે,
તમે આવોને ભીંતેથી અરીસા ચાલવા માંડે.
બને તો આવજે ઈશ્ર્વર, અહીં એવું થતાં પહેલાં,
વચનના નામથી સૌનાં ભરોસા ચાલવા માંડે.