ચાલને રમીએ હોળી
ચાલને રમીએ હોળી
તું લઈ લે ને અબીલ થોડો થોડો
હું લઈ આવું ગુલાલ થોડો થોડો
ચાલને રમીએ રંગોની હોળી !
તું લઈ આવને કેસુડાની કળી
હું લઈને આવું રંગોની પિચકારી
રમીએ કેસુડાના રંગથી હોળી !
હું લઈ આવુ રંગોની થાળી
તું આપને મને તારી હથેળી
રંગી દઉં તને રંગોથી હોળી !
વસંતે રૂડો વાયરો છે વાય
રંગો કેરો તહેવાર છે આજ
ચાલને કરીએ થોડી રંગોની હોળી !
વસંતની આજે આવી મોસમ છે
રંગોની આજે જાણી રમઝટ છે
ચાલને આજે રંગોથી મનાવીએ હોળી !
