Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya

Romance Inspirational

4  

Meenaz Vasaya

Romance Inspirational

ચાલને આપણે કોફી લઈએ

ચાલને આપણે કોફી લઈએ

1 min
274


દિલની વાતો આમ વાત વાતમાં રજૂ કરીએ,

યાદોનું પંખી આમ હદયવૃક્ષ મહી ટહુકો મૂકી  જશે,

ચાલને આપણે કોફી લઈએ.


પડી છેગાંઠ આપણા સંબંધોમાં,

ચાલને એને ઉકેલી લઈએ,

ચાલને આપણે કોફી લઈએ.


એકબીજા પ્રત્યેની શિકાયતને આમ,

કોફી સાથે ઓગાળી દઈએ,

વણ કહી વાતોને આમ શબ્દોમાં ઢાળી દઈએ,

ચાલને આપણેકોફી લઈએ.


ભૂતકાળની ભૂલોને ભૂલી જઈએ,

ચાલને ફરી મન મેળાપ કરી લઈએ,

કડવી વાતોને ભૂલી મીઠા સંસ્મરણો બનાવી લઈએ,

ચાલને આપણે કોફી લઈએ.


નારાજગી આપણે દૂર કરી દઈએ,

ભીતર છુપી મહોબતને આજ ઢંઢોળી લઈએ,

ચાલને આપણે કોફી લઈએ.


જીવનભર સાથ રહેવાના,

વાયદાઓની આપ લે કરીએ,

ચાલને આપણે કોફી લઈએ.


દોષો એકબીજાનાં આમ હદયમાં દફનાવી દઈએ,

ખૂબીઓને વખાણી લઈએ,

ચાલને આપણેકોફી લઈએ.


Rate this content
Log in