ભૂલની ભૂલભૂલામણી
ભૂલની ભૂલભૂલામણી
માણસ માત્ર ભૂલ ને પાત્ર, જિંદગીમાં ભૂલોની ભરમાર છે,
ભૂલ હોય છે ભૂલભૂલામણી જેવી, થવાનું આરપાર છે.
ભૂલ માટે સહુથી સારી વાત છે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો,
સ્વીકારી લીધી ભૂલ તો પછી જાગ્યા ત્યાંથી સવાર છે.
હિંમત હોય જો કબૂલ કરવાની ને હોય સુધરી જવાની દાનત,
ભૂલ આપણને કરાવી શકે ઘણી સારી ચીજોનો સાક્ષાત્કાર છે.
ભૂલ સ્વીકારવામાં સહુથી મોટી અડચણ છે પોતાના અહમ,
અહમને ઓગાળી જો શકાય તો ભૂલોનો ભવસાગર કરી શકાય પાર છે.
ભૂલનું પુનરાવર્તન ન થાય એવી રાખવી જોઇએ ચોકસાઈ,
ભૂલનું પુનરાવર્તનથી રહેવાનું ખૂબ જ ખબરદાર છે.
પોતાની ભૂલ પર ઠાકપિછોડા કરવાની પડી શકે છે કુટેવ,
ભૂલને છુપાવવાની ભૂલ, આગળ જતા બનાવે લાચાર છે.
જેસલ તોરલની ઐતિહાસિક વાત છે એ વાતની ગવાહી,
ભૂલ અને ગુનો કરી લ્યો દિલથી કબૂલ તો ખુલ્લે શાંતીના દ્વાર છે.