Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

ભૂલાય છે;

ભૂલાય છે;

1 min
13.9K


શબ્દના વ્યાપારમાં ક્હેવા સમું ભૂલાય છે;
ને વિકલ્પે આંખથી આંસું સમું છલકાય છે.

લાખ કોશિશ બાદ પણ પગલાં યે અવરોધાય છે;
ચાલવાં જેવું નથી ત્યાં કાં ચરણ લઈ જાય છે?

આપને કારણ હંમેશાં હોંશમાં રહેવા મથું;
ખાલીખાલી જામમાં ચહેરા છવાતાં થાય છે!

ખૂબ ઊંડે ઊતરું તો પામી જઉં એનો પ્રકાશ,
સૂર્ય અસ્તાચળ થતાં કેવો સહજ દેખાય છે?

અંજલિરૂપે જીવ્યા તો લાખના માણસ થયાં;
માટીમેલું મન સહજ માટી મહીં સચવાય છે!


Rate this content
Log in