ભલા
ભલા

1 min

283
એમ કૈં ગણીગણીને કવિતા લખાય ભલા,
એમ કૈં ભણીભણીને કવિતા લખાય ભલા !
અંતરની આરત હોય કાગળ પર અવતરતી,
એમ કૈં ચણીચણીને કવિતા ચણાય ભલા !
શબ્દને બાંધીને છૂટો મૂકો તો આઝાદી કેવી ?
એમ કૈં વણીવણીને કવિતા વણાય ભલા !
એ તો ગેયતા સાથે ઝરણવત્ અવતરનારીને,
એમ કૈં ગણગણીને કવિતા ચૂકાય ભલા !
ઉરઉર્મિને કીરવત્ સ્વતંત્રતા આપી છે આપણે,
એમ કૈં કરી આંકણીને કવિતા મૂકાય ભલા !