ભજવા જેવું
ભજવા જેવું




નાયણા રૂપાની જેમ ભજવા જેવું,
એકવાર ચેહરના દર્શન કરવા જેવું.
કર તંબુર કરતાલ વગર જપવા જેવું,
મીઠી મમતાના અગાધ સાગર જેવું.
ચેહર નામ તો અંધારામાં રોશની જેવું,
ગોરના કુવે એકવાર દર્શનાર્થે જવા જેવું
ભાવના માના સાનિધ્યમાં રેહવા જેવુ,
ચેહર માના પરચાઓ સાંભળવાં જેવું.
ચેહરનાં ચરણોમાં શીશ નમાવવા જેવું,
એ કરુણા થકી ભવપાર ઉતરવા જેવું.