ભીનાશ
ભીનાશ
1 min
421
ઉજાસે આંજી,
ભીનાશ ઝાકળની.
ચમકે તૃણ !
સમાવી હૈયે,
ભીનાશ ઝાકળની.
મ્હેંકતું ફુલ !
રહેતી સદા,
ભીનાશ. મિલનની.
સોણલી આંખે !
જીવન-પંથે,
તડકે ને છાંયડે.
નોખી ભીનાશ !
ડરવુ શાને,
આંખની ભીનાશથી ?
દિપશે રૂપ !