ભાઈ બહેનનો પ્રેમ ગુજરાતી
ભાઈ બહેનનો પ્રેમ ગુજરાતી

1 min

128
આવ્યો રૂડો રક્ષાબંધનનો પર્વ છે,
એ કાચો ધાગાનો સ્નેહનો સેતુ છે.
કાંડે બાંધુ રાખડી ખમ્મા વીરાને રે,
જુગ જુગ જીવે મારો માડી જાયો રે.
રક્ષાનું કવચ નિરોગી રાખે મારા વીરા,
અનોખાં પ્રેમનું પ્રતીક બહેન તણું વીરા.
ધાગો નથી બાંધુ મીઠું સગપણ ભઈલા,
એક કૂખમાં રમ્યા એ સગપણ ભઈલા.
રાખડી બાંધી ભાવના આપે દુવાઓ રે,
રક્ષાબંધન પર્વ એ ભારતીય સંસ્કૃતિ રે.
માંગુ નહીં મિલ્કત કે ધન મારા વીરા રે,
નિભાવજે ધર્મ રક્ષક નો મારા વીરા રે.
ભાઈ બહેન નાં હેતપ્રેમનો આ પર્વ છે,
અમર પ્રીત તણાં આ તાણાવાણા છે.