" બેદરકાર "
" બેદરકાર "
કોણ કરે છે દરકાર અહી, બેદરકાર તો બધા છે,
કોઈ પોતાના કામમાં, તો કોઈ ઘરસંસારમાં,
આપ્યું ઈશ્વરે આ જીવન, જીવન પ્રત્યે બેદરકાર છીએ,
એકબીજાને પાડવામાં, સ્વાર્થમાં રચ્યાં રહેવામાં,
લાગણીઓને દુભાવવામાં જ, આજ સૌને દરકાર છે,
બેદરકાર રહ્યા આપણે, પ્રેમથી જીવવામાં,
ભૂલી ગયા આજ આપણે, બુદ્ધ અને મહાવીરને,
હું પણ બેદરકાર ! શું આપ પણ બેદરકાર છો ?