બદલાતા સમયમાં બાળક
બદલાતા સમયમાં બાળક
બાળકો હોય સહુને વ્હાલા, બાળકો વહાલનું અખાત છે
બદલાયેલા સમયમાં બાળકોને ઘણા બધા ઉત્પાત છે,
દરેકે દરેક બાળક હોય છે અલગ, નથી કેળવતા એટલી સમજ આપણે
બાળકથી બીજા બાળકની સરખામણી સર્જે નકારાત્મક પ્રત્યાઘાત છે,
બદલાતી જતી ખોરાકની વિસંગતતાઓ એ સર્જ્યું છે કમઠાણ
મેગી, પિત્ઝા, પાસ્તા અને ફાસ્ટફૂડથી બાળકોને મોટાપાની ઘાત છે,
બાળકો ઘણું બધું ગુમાવે છે, જેમ જેમ થતી જાય છે ફળિયાની રમતો લુપ્ત
આપો ફળિયાની રમત માટે પ્રોત્સાહન, ફળિયાની રમતમાં ઘણી તાકાત છે,
એક માત્ર મોબાઈલ સક્ષમ છે બાળકોનું બચપણ ડકારી જવામાં
ઉમરથી પહેલા જવાન થતા બાળકો સર્જે કેટકેટલા આઘાત છે,
હવે તો ચલણમાં છે એક જ બાળક પેદા કરવાની વાત
એકલપંડે આવા બાળકોની દુનિયામાં એકલતાના અશ્રુપાત છે,
બદલાતા સમય સાથે યોગ્ય બાળ માનસની જવાબદારી છે સમાજની
બાળક છે ભગવાન સ્વરૂપ માનીને, સારી વસ્તુઓ કરવાની આત્મસાત છે.