Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Abstract

4.0  

Bharat Thacker

Abstract

બાપુ - જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી

બાપુ - જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી

1 min
268


પુરી જિંદગી, આપણે વધીએ આગળ એટલે કરતા રહે સંગ્રામ છે

સમજાય છે હવે કે, સંતાનના નામ પાછળ શું કામ આવે બાપુનું નામ છે,


સંતાનના સપનાંઓને સજાવવા પોતાની ઈચ્છાઓનું કરે છે દફન

સંતાન આવે જિંદગીમાં, પછી બાપુ માટે સંતાન જ જિંદગીનું મૂકામ છે,


બાપુની જાત તો ગણાય પુરુષ, એટલે ગણાય મર્દની જાત

દુઃખ અને દર્દને તો અંદર દબાવી દે, બાપુ માટે આંસુઓ તો હરામ છે,


સંતાનની જિંદગીના ધકમધક્કા માટે બાપુ બની રહે છે બફર

ઘા ઝીલીને અફર રહેતા બાપુને, સંતાનની અંદરથી સલામ છે,


જિંદગીભર અને જિંદગી પછી પણ સાથ રહેતો હોય છે બાપુનો

બાપુની છત્રછાયા હેઠળ, સંતાનોને મળે કામ, નામ અને દમામ છે.


Rate this content
Log in