બાપ નથી શેઢાનો સાપ
બાપ નથી શેઢાનો સાપ
ઘર, કુટુંબ અને પરિવારનો ઘેઘૂરો વડલો મારો બાપ
મિત્રો, બાપ નથી શેઢાનો સાપ,
પરિવારનાં માટે બાપ તો,
સુખનો શીતળ છાંયો
પરિવારના માટે બાપ તો,
ઈમારતનો ઊંડો પાયો,
બાપ નથી પથ્થર દિલ, તેના પ્રેમનું નહીં કોઈ માપ
મિત્રો, બાપ નથી શેઢાનો સાપ,
દીકરી માટે બાપ તો છે,
ઉરના આનંદનો હિંચકો
દીકરા માટે બાપ તો છે,
સંસ્કારનો મધમીઠ્ઠો ઠપકો,
બાપની તોલે ના આવે કોઈ કરજો સદા તમે જાપ
મિત્રો, બાપ નથી શેઢાનો સાપ,
બાપનો પ્રેમ નથી દેખાતો,
તેનાં ઉરમાં છે હેતનો સાગર
અંદરો અંદર પોતે મૂંઝાય,
ના કહે વ્યથા કોઈની આગળ,
બાપ મા ના બની શકે, પણ તે છે મીઠી નદીનો કાંપ
મિત્રો,બાપ નથી શેઢાનો સાપ.