બાળક
બાળક
જનમ લે જીજીવિષા,
અને હૈયું કરે કલશોર,
થનગનાટ થોભે નહિ,
તનમાં જનમ લે બાળક.
આનંદ, કિલ્લોલ, ઉત્સાહ,
જેમના મનમાં રમ્યા કરે,
વાવો એવું ફળ આપતા,
એવા ઉપજાઉ બાળક.
ચીંધ્યો મારગ ચાલત,
કોઈ નવો માર્ગ કંડારતાં,
સાચો મારગ સૌ આપીએ,
દેશનું ભાવિ છે બાળક.