Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

4  

Gunvant Upadhyay

Others

બાળક બની જવાથી

બાળક બની જવાથી

1 min
14K


બાળક બની જવાથી હસી પણ શકાય છે;
કોઈ હ્રદય-કમળમાં વસી પણ શકાય છે.

મારગ કરી દો એમ કહે એક પણ અહીં--
મારગને આપવાને ખસી પણ શકાય છે.

સોને મઢેલું આયખું જો આપનું હશે;
પથ્થર પે સોનાં જેમ કસી પણ શકાય છે.

મોંથી સરેલ શબ્દ બધા મોતી થઈ જશે;
સાચા હંમેશ માટે ઠસી પણ શકાય છે.

ડૂબતાનું દર્દ જાણી શકો એજ ઈચ્છનીય;
ડૂબતો તરાવવાને ધસી પણ શકાય છે.


Rate this content
Log in