Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Abstract

4  

Neha Desai

Abstract

બાદબાકી થઈ ગઈ

બાદબાકી થઈ ગઈ

1 min
211


૨ માંથી ૧ રકમની બાદબાકી થઈ ગઈ,

જીવનમાંથી એમ સંબંધોની બાદબાકી થઈ ગઈ !


થઈ રહી ચર્ચા ચારેકોર આડંબરની,

સંસ્કારમાંથી એમ સન્માનની બાદબાકી થઈ ગઈ !


ભૂલાતાં ગયાં ક્રમશ: જીવનનાં મૂલ્યો,

જીવનમાંથી એમ સંસ્કૃતિની બાદબાકી થઈ ગઈ !


ફેલાતાં રહ્યાં દંભ અને લાલચ

ગુણોમાંથી એમ નીતિ અને પ્રમાણિકતાની બાદબાકી થઈ ગઈ !


દોડતાં રહ્યાં એકલાં સફળતા ને પામવાં

જીવનમાંથી એમ હમસફરની બાદબાકી થઈ ગઈ !


જીવતાં રહ્યાં સૌ સ્વાર્થી બનીને

હૃદયમાંથી એમ 'ચાહત'ની બાદબાકી થઈ ગઈ !


Rate this content
Log in