Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4.5  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

અવસર સુધી

અવસર સુધી

1 min
291


કે જન્મથી લઈને મૃત્યુની સફર સુધી,

આપણે જીવીશું એક અવસર સુધી !


કંઈ સાથે લઈ જઈ શકતો નથી છતાં,

માનવી દોડતો રહે છે બસ જર સુધી !


આજે રડીને કાલે ભૂલી જશે જગત,

માણસની કમી રહે એની કસર સુધી !


વિશ્વાસ રાખજે પોતાની જાત ઉપર,

કે તારાં જ કદમ લઈ જશે ઘર સુધી !


ઈશ્વર, મને તારું અસ્તિત્વ સમજાવ,

જગત સર્જીને કેમ રહ્યો પત્થર સુધી !


Rate this content
Log in