Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Patel Padmaxi

Inspirational

3  

Patel Padmaxi

Inspirational

અતીતથી અત્યાર સુધી

અતીતથી અત્યાર સુધી

1 min
300


આસાન કયાં હોય છે,

ભૂલવું આ અતીતને ?

એ સમાંયતરે ઉભરી આવે છે,


હવે ના કરીશ યાદ બધુંય,

વીતેલું વિચારતા ફરી ફરી,

તે પડઘાઓ ઉભરી આવે છે,


હા ! અટકતો નથી સમય,

અને શ્વાસ ચાલ્યા કરે,

જીવન પણ એકધારું,

એની સંગ મહાલ્યા કરે,


બધુય છોડયાના અહેસાસો,

સાલ્યા કરે ને કોઈ વળાંક પર,

સ્મૃતિ એ ઉભરી આવે,


લાગે કે નીકળી ગયો છું બહાર ભૂતકાળથી,

અને છૂટી ગયો છું એ મઘલખી જાળથી,

કોઈ તાંતણો ઝીણો સરીખો મનમાં ખૂંચ્યા કરે,

એ અણધારેલું ફરી તે ક્ષણ ઉગ્યા કરે,


પણ નિયમ છે સંસારનો કે પરિવર્તન થાય,

જિંદગી તણી બદલાય અચૂક રફતાર,

છો અશ્રુઓની ધાર સ્મરણ તે લૂંટયા કરે,

પણ હારેલા પર કંઈક કેટલાય જીવન જીત્યા કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational