Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nilesh Bagthriya

Drama

3  

Nilesh Bagthriya

Drama

અસીમ કૃપા

અસીમ કૃપા

1 min
426


જીંદગી આ અવસર ચોક્કસ બને છે

જ્યારે ઇશ્વરની અસીમ કૃપા ભળે છે.


ગાઇ શકું છું આ ગીત રૂડું જીવતરનું,

ઇશ્વરની ઇચ્છાથી જ શબ્દો સુંદર મળે છે.


થોડામાંથી પણ થોડું આપી શકું છું સમયે,

ઉત્તમ આ વિચાર કુદરત થકી મનમાં ઉગે છે.


આ મુશ્કેલ પળનું ભારણ નથી હવે જરાય,

ઇશના નામ સ્મરણે હળવાશ અસીમ ભળે છે.


ડૂબતાં આમ તો જરાય વાર લાગે જ નહીં,

પણ "નીલ" આ નાવ ઇશના સહારે તો તરે છે.


ને એ મળે કે ન મળે પણ છે મુજને જાણ એ છે,

માટે અસીમ આશિષ એના હરદમ વરસે છે.


Rate this content
Log in