અંતરની અમીરાત
અંતરની અમીરાત

1 min

248
ખાલીખાલી શબ્દોને જ શું સજાવો ?
ક્યારેક દિલથી દિલ સુધી તો આવો !
અમીરાત અંતરની અદ્ભૂત અમારી,
આવીને ધબકારથી તાલ તો મિલાવો,
કોને ખબર ક્યારે શ્વાસ રૂઠી પણ જાય,
તમારી આરઝૂ મનમાંને મનમાં કાં છૂપાવો ?
વાસ છે પરમનો પ્રેમ, સ્નેહને ઔદાર્યમાં,
તો પછી મનમંદિર મૂકી શોધવા કાં જાઓ ?
આપણે તો મખમલી ઉરના માણસ રહ્યા,
એને શીશી સ્વાર્થ તણી કાં તમે સૂંઘાડો ?