અનોખી રીતે ઉજવીયે દિવાળી
અનોખી રીતે ઉજવીયે દિવાળી
ચાલો અનોખી રીતે દિવાળી ઉજવીયે,
નાના મોટાનો ભેદ ભૂલી દિવાળી ઉજવીયે.
હોટેલ કે રેસ્ટોરન્ટમાં જવાને બદલે,
ગરીબની ઝૂંપડીમાં જઇયે,
એના હૈયામાં પણ ખુશીનો ઉજાસ ફેલાવી દઈએ.
ફટાકડા કે નવા કપડા ને બદલે,
કોઈ જરૂરિયાતમંદનું હોસ્પિટલનું બિલ ચૂકવીએ,
આમ આપણે ઈશ્વરને રાજી કરી લઈએ.
ખોટી ઝાકઝમાળ ને બદલે,
કોઈના હૈયામાં આનંદ ઉમંગ ભરીયે,
કોઈના બુઝાયેલા આશાના દીપમાં,
સાથ સહયોગ રૂપી તેલ પુરીયે.
ભૂખ્યાને આપીએ અનાજ, તરસ્યાને આપીએ જળ,
આમ ધરતી પળ જન્નતનો અહેસાસ કરી લઈએ પળ પળ.
લૂછી કોઈના આંસુ, અઘરો પર મુસ્કાન દઈએ,
ચાલો આવી રીતે અનોખી દિવાળી ઉજવી લઈએ.
મનથી હતાશ થયેલાંનાં હૈયે નવો ઉત્સાહ ભરીયે,
ચાલો માનવ તરીકે આવા નેક કામ કરીએ.