અમીર બનીને
અમીર બનીને
1 min
127
રૂપિયા અને સંપત્તિ
એ તો આવે ને જાય
અમીર બનીને તુચ્છ ન ગણશો કોઈને ભાઈ,
સગાં આને સંબંધી
વિના ઉદ્ધાર ન થાય
અમીર બનીને તુચ્છ ન ગણશો કોઈને ભાઈ,
સુખ અને સુવિધાઓ
સંપત્તિ થકી ન હોય
અમીર બનીને તુચ્છ ન ગણશો કોઈને ભાઈ,
સંતોષ જ્યાં ન હોય
એને લાખો સંપતિ બેકાર
અમીર બનીને તુચ્છ ન ગણશો કોઈને ભાઈ,
ભાઈ ભાઈમાં ન મેળ
એ તો સંપત્તિના ખેલ
અમીર બનીને તુચ્છ ન ગણશો કોઈને ભાઈ,
ખાવાના ભંડાર અનેક
સ્વાસ્થ્ય તણાં ન મેળ
અમીર બનીને તુચ્છ ન ગણશો કોઈને ભાઈ.